દેશમાં કોરોના વાયરસના કેસ માં વધારો નોંધાયો છે અને સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના દર્દીઓ નોંધાતા તેની ગંભીરતા સમજી શકાય છે. આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા મુજબ, આજે સવાર સુધીમાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 490,401 હતી. જો કે, દેશમાં કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના છેલ્લા આંકડા ઉમેરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પાંચ લાખને ઉપર પહોંચી ચૂકી હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં 5024 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં નવા કોરોનાના 3460 દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત તમિળનાડુમાં 3645 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે.
મહારાષ્ટ્ર માં છેલ્લા 24 કલાકમાં 5024 નવા કોરોના દર્દીઓની ઉમેરાતાં દર્દીઓની સંખ્યા 1.5 લાખને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 152765 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકયા છે. આમ કોરોના માં હજુપણ જોઈએ તેટલો સુધારો જણાતો નથી અને કોરોના ની સ્થિતિ યથાવત રહી છે.
