ચાઈના ભારત ની સરહદ માં ઘૂસીને ઘૂરકિયા કરી રહ્યું છે અને બંકરો બનાવી રહ્યું છે સાથે જ ભારત ને શાંતિ શાંતિ ના જાપ જપવાનું જણાવી ચાઇનીઝ સેના સતત ભારતીય સરહદ માં પોતાના ડેરા તાણી રહ્યું છે અને મોટાપાયે શસ્ત્રો અને સૈનિકો વધારી રહ્યું છે , લદાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ સરહદે વધતા તણાવ વચ્ચે હવે ચીનીસેના દેપસાંગમાં નિયંત્રણ રેખાથી 18 કિમી અંદર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવી હોવાના અહેવાલ છે. જેનો પુરાવો સેટેલાઈટ તસવીરો છે અને તેનાથી જાણવા મળ્યું છે કે ચીનનું લશ્કર ભારતીય સરહદમાં એવા સ્થળે ઘૂસી આવ્યું છે કે જેને બોટલનેક કહેવાય છે. આ વિસ્તાર રેકીનાલા અને જીવાનનાલા નામે ઓળખાય છે. આ વિસ્તારમાં 2013-14માં પણ ભારત-ચીન વચ્ચે વિવાદ થયો હતો.
દરમિયાનમાં ભૂતપૂર્વ સરંક્ષણ રાજ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા પલ્લમ રાજુએ શુક્રવારે દાવો કર્યો હતો કે ચીની સૈનિક દેપસાંગ વિસ્તારમાં 18 કિમી અંદર ઘૂસી આવ્યા છે અને ટોટિયાવાય જંક્શન વિસ્તારમાં ડેરાતંબૂ નાખીને બેઠા છે. આ વાસ્તવિક નિયંત્રણ રેખાથી ભારત તરફ 18 કિમી અંદર છે.બીજી તરફ આર્મી ચીફ એમ.એમ. નરવણે શુક્રવારે ગતરોજ સરંક્ષણ મંત્રી રાજનાથસિંહને મળ્યા હતા અને બોર્ડર ઉપર ની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જોકે ચાઈના એ ભારતીય બોર્ડર ઉપર સેના અને હથિયારો ખડકી વધુને વધુ ભારતીય સીમા માં આવવાની ગુસ્તાખી કરી રહ્યા છે જે બાબત ખૂબજ ગંભીર છે.
