લોકડાઉનનો દોર ચાલી રહ્યો છે ત્યારે ખાનગી કોલેજો પણ પોતની મનમાની ચલાવી રહી છે ત્યૈરે ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. યુનિ.ની સિન્ડિકેટ મિટીંગમા મહત્વનો નિર્ણય લેવાયો હતો. ખાનગી કોલેજો દ્વારા કર્મચારીઓના પગાર કાપવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પગાર કાપતી કોલેજો સામે કડક પગલાં અને તેમનું જોડાણ રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે.
