દિલ્હી પર ફરી એકવખત તીડ ની આફત આવી છે અને સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે , પાકિસ્તાન ની દિશા માંથી દેશમાં ઘૂસેલું તીડનું મોટું ઝુંડ રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં થઈને હવે દિલ્હી પહોંચ્યું ચૂક્યું છે. જેના કારણે હવાઈ વિભાગ સહિત જનજીવન પ્રભાવિત થયું છે. તીડના હુમલાની આશંકાને કારણે દિલ્હી સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયે કહ્યું કે તીડ ના હુમલા ને વિખેરી નાખવા ડીજે અને ઢોલ વગાડવામાં આવે તેમજ લોકોને પોતાના ઘરના બારી-બારણા બંધ રાખવા જણાવ્યું છે. વૃક્ષોને પણ કપડા કે નેટથી ઢાંકી દેવા જણાવાયું છે. રાહુલ ગાંધીએ સરકારને કહ્યું છે કે તીડના હુમલાના લીધે જે રાજ્યોમાં ખેડૂતોને નુકસાન થયું છે તેમની મદદ કરવામા આવે. શનિવારે ગુરૂગ્રામના DLFફેઝ-1, એમજી રોડ સહિત નેશનલ હાઇવે-8 પાસે તીડના ઝૂંડ દેખાયા હતા. આ હાઇવે દિલ્હી અને ગુરૂગ્રામને જોડે છે. તેના લીધે એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામા આવ્યું છે. કારણ કે તીડના ઝૂંડના લીધે સંચાલન પ્રભાવિત થઇ શકે છે. જોકે પવનની દિશા બદલાઇ જતા તીડનું ઝૂંડ બીજી દિશામાં ફંટાઇ જતા રાહત ના સમાચાર છે. આમ તીડ ના ઝુંડ ના મોટા આક્રમણ ને લઈ વહીવટી વિભાગ મુશ્કેલી માં મુકાયો હતો.
