છેલ્લા ચારેક દિવસ થી રાજ્યમાં ફેક્ટરીઓ માં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે અમદાવાદ ના સાણંદ માં ડાયપર બનાવતી કંપની માં આગ લાગ્યા બાદ વલસાડ ના સરીગામ માં રબર ની કંપની માં આગ લાગ્યા બાદ હવે આણંદની કલમસર જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગનો બનાવ બન્યો હતો. મોડીરાતે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 13 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. 8 કલાક બાદ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો ,જય કેમિકલ ફેક્ટરી માં આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. આગ નું કારણ હજુ જાણી શકાયું નથી, કંપનીના એચ પ્લાન્ટમાં આગ લાગી હતી ,આગને કાબૂમાં લેવા માટે આણંદ, ખંભાત, ધુવારણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા આ સિવાય કરમસદ, પેટલાદ, વિદ્યાનગરના ફાયર ફાઈટર અને બોરસદ ONGCના ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી. આ ઘટનામાં સદનસીબે જાનહાનિનો કોઈ બનાવ બન્યો ન હતો.
