પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડી છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. શાકભાજીના ભાવમાં કિલોદીઠ 50 રૂપિયા સુધીનો વધારો થયો છે.
સામાન્ય રીતે જે શાકભાજી 40 રૂપિયાથી 50 કિલોના ભાવમાં મળતી હતી તેનો ભાવ હવે 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે, જ્યારે બટાકા અને ડુંગરીના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવ અચાનક વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.
છેલ્લા 21 દિવસથી વધેલા પેટ્રોલ-ડિઝલના ભાવે મિડલ ક્લાસ વર્ગની કમર તોડી નાંખી હતી જ્યારે હવે શાકભાજીના ભાવમાં થયેલા વધારા સાથે ગરીબ તથા મિડલ ક્લાસને મોંઘાવરીની બેવડી માર પડી રહી છે. લોકોમાં વચ્ચે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે અમને ‘અચ્છે દિન’ નથી જોઈતા પહેલાના દિવસો પાછા લાવી દો. દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે. સામાન્ય લોકો હવે આ મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે.