વિશ્વભરમાં કોરોના વાઈરસ બેફામ ગતીએ આગળ વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને એક કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ વાઈરસના કારણે દુનિયામાં 5 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા જીવલેણ વાઈરસનું સંક્રમણ હવે વિશ્વભરના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.
દુનિયાભરના દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 10,081,545 થઈ ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસે અત્યાર સુધી 5,01,298 લોકોના મોત થયા છે.