છેલ્લા 21 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારા બાદ હવે 22માં દિવસે ભાવ સ્થિર રહ્યા છે. ત્રણ સપ્તાહ બાદ આ પહેલો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. જો કે, ભાવ ઘટ્યા પણ નથી. પરંતુ ભાવમાં કોઈ ફેરફાર આજે જોવા મળ્યો નથી. આજે દિલ્હી ખાતે પેટ્રોલનું 80.38 રૂપિયા પ્રતિ લિટરે વેચાણ થઈ રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવ 80.40 રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.
રાજ્યની વાત કરીએ તો હાલ અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લિટર 77.92 રૂપિયા જ્યારે ડીઝલ 77.78 રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહ્યા છે. સુરતમાં પેટ્રોલ રૂ.77.76 અને ડીઝલ રૂ.77.64 પ્રતિ લિટરે, રાજકોટમાં પેટ્રોલ રૂ.77.66 અને ડીઝલ રૂ.77.54 પ્રતિ લિટર, જ્યારે જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.77.81 અને ડીઝલ રૂ.77.61 પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.
આ સિવાય વડોદરાની વાત કરીએ તો પેટ્રોલ રૂ.77.52 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.77.38 પ્રતિ લિટર, ભાવનગરમાં પેટ્રોલ રૂ.79.15 અને ડીઝલ રૂ.79.00 પ્રતિ લિટર જ્યારે જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.78.58 અને ડીઝલ રૂ.78.45 પ્રતિ લિટર બોલાઈ રહ્યા છે.