અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ વાયરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઈલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની હકીકત પ્રકાશ માં આવતા ભારે ચકચાર મચી છે. સાધુ અને મહિલાની પ્રાઈવેટ ચેટિંગના સ્કિનશોર્ટ હાલ સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યા છે અને ભારે વાયરલ થતા અમદાવાદ સ્વામિનારાયણ મંદિર ના આ સાધુ રાતોરાત ખુબજ ફેમસ થઈ ગયા છે.
અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી સાધુના પ્રાઇવેટ ચેટિંગ વાયરલ થયું છે જેમાં સાધુ મહિલા સાથે ખુબજ ગંદી વાતો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી ભગવા ની મર્યાદા રાખ્યા વગર મહિલાની સાથે અગતપળો એટલે કે સેક્સ માણવાની પણ વાતો કરે છે. બીજા એક સાધુ મહિલાના કપડામાં શોભી રહ્યા છે. એટલું જ નહીં, મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. સાધુના ભગવા કપડા ઉતારી મહિલાના કપડામાં સાધુ શું કરી રહ્યા છે? તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પણ મહિલાનો ત્યાગ કરી શક્યા નથી.આમ અગાઉ ઇડર જૈન સમાજ ના બે સાધુઓ ની સેક્સ લીલા બહાર આવ્યા બાદ હવે આ સાધુ મહારાજ ના કાંડ બહાર આવતા ભાવિકો માં આવા લંપટો સામે રોષ જોવા મળી રહ્યો છે.
