ચીન ની સેના એ ભારતીય જવાનો ઉપર ઓચિંતો હુમલો કરી દેતા 20 ભારતીય જવાનો લડતા લડતા શહીદ થયા બાદ ભારત ના લોકો માં ખુબજ ગુસ્સો છે અને લોકો સ્વેચ્છાએ ચાઇનીઝ વસ્તુઓ અને એપ નો બહિષ્કાર કરી રહ્યા છે , ત્યારે આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક આકરી પ્રતિક્રિયા આપી ને ચાઇનિઝ એપ પર ભારત માં પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે આ એપ્સના ઉપયોગથી પ્રાઇવેસી અને ડેટા ચોરી અંગેનો ખતરો જાહેર કરી ચાઇનીઝ એપ નહિ વાપરવા જનતા ને ચેતવણી આપી દીધી છે. આ મામલે ઘણી ફરિયાદો સરકાર સમક્ષ આવી હતી. તેથી દેશના સાર્વભૌમત્વ અને લોકોની પ્રાઇવેસી ભંગ થાય તેની સામે આકરા પગલા લેવામાં આવે તેવી લોકોની માંગ હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. તેમાં ટિકટોક, હેલો, શેરઇટ, યુસી બ્રાઉઝર , ઝેન્ડર સહિતની પ્રચલિત એપનો સમાવેશ થાય છે. આમ સરકારે મોડે મોડે કડક પગલાં ઉઠાવતા દેશભર માં આ ન્યૂઝ જબરજસ્ત ફેલાઈ ગયા હતા.
