30મી જુન એટલે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ જીહા, આજના દિવસ ને વિશ્વ સોસિયલ મીડિયા દિન તરીકે મનાવાય છે. ત્યારે સોશિયલ મીડિયા ના પોઝીટીવ અને નેગેટિવ બંને પાસાઓ ધ્યાન માં આવ્યા છે અને તેના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક ફરિયાદો પણ વધી છે. વધુ પડતા મોબાઇલ ને કારણે ચીડિયાપણું, અનિંદ્રા , ભૂખ ન લાગવી, હતાશા, અકારણ ચિંતા અને ભય અને માથાનો દુ:ખાવો, ગરદન અને કમરના દુ:ખાવા તેમજ હાથ-પગ અને આંખોના દુ:ખાવા જેવી ફરિયાદો ઉઠી છે. તેમજ એક હદ થી વધુ સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે 60% કિશોરોની મનોદશા, હતાશા અને આત્મહત્યાના વિચારોથી પીડાય છે અને 40 % યુવાનો અનિંદ્રા જેવી સમસ્યાઓ થી ગ્રસ્ત છે, નેગેટિવ પોઇન્ટ માં મોટી સમસ્યા આજે પબજી સહિત ની ગેમ બાળકો અને યુવાનો માં એક હદ થી ઉપર હાવી થઈ જતા આવા ગેમ બંધણીઓ સવાર થી મોડી રાત્રી દરમ્યાન ગેમ જ રમ્યા કરતા હોવાથી જિંદગી નો કિંમતી સમય બરબાદ કરી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું છે અને તેની સીધી અસર અભ્યાસ થી લઈ નોકરી ધંધા ઉપર પડી રહી છે જ્યારે પોઝીટીવ સાઈડ માં આજે કોરોના જાગૃતિ માટે મોબાઈલ નબરવન સાબિત થયો છે તેમાં આવતી સૂચનાઓ હોય કે પછી હોસ્પિટલમાં જ્યારે દર્દી પાસે જવાની સગા ને છૂટ ન હોય ત્યારે મોબાઇલ થી વીડિયો કોલ થી પોતાના પરિવાર સાથે વાત કરી શકાય છે, સ્કૂલ બંધ છે છતાં ઓન લાઇન એજ્યુકેશન નો નવો ઓપ્શન ખુલ્યો છે એટલું જ નહીં લોકો સરકારી કચેરીઓ કે કોઈપણ અધિકારી ખોટું કામ કરતા હોય ત્યારે જનતા પોતેજ પત્રકાર બની હિંમત થી વિડીયો શુટિંગ કરી તેની પોલ ખોલે છેઅને યુવતીઓ રાત્રે પણ સેફ રહે છે અને ક્યાંક ખતરો જણાય તો પોલીસ ને તરતજ બોલાવી શકે છે એટલે મોબાઈલ ની આ બધી પોઝીટીવ સાઈડ પણ છે છતાં તેના અતિરેક ઉપયોગ થી વિશ્વના યુવાનોમાં હતાશા, અનિંદ્રા અને શિથિલ મનોદશા જોવા મળી રહી છે અને વધુ પડતા સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ્સના ઉપયોગના કારણે યુવાનોના સ્વભાવ અને વર્તનમાં પરિવર્તન જોવા મળી રહયું છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાને લીધે વિદ્યાર્થીઓનુ પરિણામ પણ નબળું આવતું જોવા મળે છે. તેની સાથે-સાથે આજના યુવાનોમાં ચીડિયાપણું, નીરસતા, સ્વ-ઈજા, ગુસ્સાના પ્રમાણમાં વધારો, અંધાળા અનુકરણની ઘેલછા, મનની એકાગ્રતાનો અભાવ જેવી અનેક માનસિક સમસ્યાઓ પણ ઉદભવે છે અને યાદ શક્તિ ઉપર અસર થતી હોવાનું જણાય છે.
