આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ફેક્ટરીમાં ગેસ લીક થવાની ઘટના બની છે અને આ ઘટનામાં બે કર્મચારીઓના કરુણ મોત થઈ ગયા છે અને ગેસ ગળતર માં અસરગ્રસ્ત ચારેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગેસ ગળતર ની ઘટના સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બની હતી અહીં બેન્જીમિડેલોજ ગેસ લીક થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જે લોકોના મોત થયા છે તેઓ સાઈટ પર હાજર હતા. બીજી કોઈ જગ્યાએ ગેસ ફેલાયો નથી, સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
અંદાજે બે મહિનામાં આ ત્રીજી વખત ગેસ લીક થવાની ઘટના થઈ છે. આમ વારંવાર બની રહેલા આવા ગંભીર બનાવો રોકવામાં તંત્ર ની લાપરવાહી સામે આવી રહી છે જેથી સ્થાનિક લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.
