દેશમાં કોરોના ની સ્થિતિ યથાવત છે અનલોક 1 પણ પૂરું થઈ રહ્યું છે હવે પછી શું પગલાં ભરવા તે સહિત ભારતીય બોર્ડર ઉપર લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરવા જઇ રહ્યા છે ત્યારે તેઓ ના રાષ્ટ્રજોગ સંબોધન માં શુ નવું આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે આ સંબોધન પૂર્વે જ સરકારે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આ પગલું પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે. પીએમ મોદી આની પહેલાં પણ કોરોના ની આવી પડેલી મહામારી વખતે દેશને સંબોધિત કરી ચૂકયા છે ત્યારે આજના સંબોધન ઉપર દેશની જનતા ની નજર મંડાઈ છે.
