અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા શરૂ થયા છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત રાજ્ય માં 5 દિવસ વરસાદની આગાહી અપાઈ છે
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની શક્યતા છે. મધ્યની સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. આમ હાલતો આકાશ વાદળો થી ગોરંભયેલું જોવા મળી રહ્યું છે.
