પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદની એન્ટ્રીથી કેમ ભડક્યા ફેન્સ અને સનરાઇઝર્સ લીડ્સ કેમ નિશાના પર?

3 Min Read

પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદની ખરીદી પર શા માટે હોબાળો મચ્યો છે? સનરાઇઝર્સ લીડ્સ વિવાદના ઘેરામાં

યુકેમાં યોજાયેલા ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) ઓક્શનમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને સનરાઇઝર્સ લીડ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખરીદી અત્યારે ક્રિકેટ જગતમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બની છે. અબરાર અહેમદ આ ટૂર્નામેન્ટમાં ભારતીય માલિકી ધરાવતી ચાર ફ્રેન્ચાઇઝીઓમાંથી કોઈ એક દ્વારા પસંદ કરવામાં આવેલો એકમાત્ર પાકિસ્તાની ખેલાડી બન્યો છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે બંને દેશો વચ્ચેના તણાવને કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર ‘અઘોષિત પ્રતિબંધ’ (Shadow Ban) હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

શા માટે ભારતીય ચાહકોમાં આટલો રોષ છે?

સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝી દ્વારા અબરારને £190,000 માં ખરીદવાના નિર્ણયની ભારતીય ચાહકો સખત ટીકા કરી રહ્યા છે. આ ગુસ્સા પાછળ બે મુખ્ય કારણો છે

- Advertisement -

ab.jpg

IPL કનેક્શન: ચાહકો નથી ઈચ્છતા કે પાકિસ્તાની ખેલાડીઓ એવી ટીમોનું પ્રતિનિધિત્વ કરે જેમની હાજરી IPLમાં પણ છે (જેમ કે MI લંડન, સધર્ન બ્રેવ, માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ લીડ્સ).

- Advertisement -

અબરારનું વિવાદાસ્પદ સેલિબ્રેશન: 27 વર્ષીય અબરાર અહેમદ ભારતીય ચાહકોમાં તેના ‘ટી સેલિબ્રેશન’ (ચા પીવાની એક્શન સાથેની ઉજવણી) માટે બદનામ છે. તેણે ભારતીય ટીમ સામે વિકેટ લીધા બાદ આ રીતે ઉજવણી કરી હતી, જેને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવવા તરીકે જોવામાં આવ્યું હતું.

શું પાકિસ્તાની ખેલાડીઓ પર ‘શેડો બેન’ હતો?

આ વર્ષના ઓક્શન માટે લગભગ 60 પાકિસ્તાની ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે એવી ખબરો આવી કે ભારતીય ફ્રેન્ચાઇઝીઓ તેમના પર બોલી નહીં લગાવે, ત્યારે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તાત્કાલિક નિવેદન બહાર પાડ્યું હતું. ECB એ સ્પષ્ટ કર્યું હતું કે ટૂર્નામેન્ટની સફળતા માટે ‘સમાવેશીતા’ (Inclusivity) જરૂરી છે અને કોઈ પણ પ્રકારના અઘોષિત પ્રતિબંધની મંજૂરી આપવામાં આવશે નહીં.

સનરાઇઝર્સના કોચ ડેનિયલ વિટોરીની સ્પષ્ટતા

સનરાઇઝર્સ લીડ્સના કોચ ડેનિયલ વિટોરીએ અબરારને ટીમમાં લેવાના નિર્ણયને માત્ર ક્રિકેટના પરિપ્રેક્ષ્યથી સમજાવ્યો હતો. વિટોરીએ જણાવ્યું હતું કે, “આદિલ રાશિદ ન મળ્યા બાદ અમારી પ્રાથમિકતા એક સારા સ્પિનરને શોધવાની હતી. અમને સ્થાનિક બજારમાં તે સ્તરનો કોઈ બોલર ન મળ્યો, તેથી અમે વિદેશી ખેલાડીઓ તરફ જોયું. અબરાર એક ‘મિસ્ટ્રી સ્પિનર’ છે અને મોટાભાગના ઇંગ્લિશ ખેલાડીઓ તેને રમ્યા નથી, જેનો ફાયદો હેડિંગ્લેના મેદાન પર અમને મળશે.”

- Advertisement -

abrar1.jpg

વિરોધને કારણે ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ થયું

આ નિર્ણય સામે ઓનલાઈન મળેલી નકારાત્મક પ્રતિક્રિયાઓનો સૌથી વધુ ભોગ સનરાઇઝર્સ ગ્રુપની CEO કાવ્યા મારન બન્યા છે. હરાજી દરમિયાન કાવ્યા મારન ટેબલ પર હાજર હતા, તેથી સોશિયલ મીડિયા પર તેમને વ્યક્તિગત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વિવાદ એટલો વધી ગયો કે અબરારની ખરીદીના થોડા જ કલાકોમાં સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

TAGGED:
Share This Article