‘અલ્લુ અર્જુને હોલીવુડમાં કામ કરવું જોઈએ’ તેલંગાણાના CM એ ‘પુષ્પા’ સ્ટારના કર્યા ભારોભાર વખાણ

2 Min Read

‘અલ્લૂ અર્જુને હોલીવુડ ફિલ્મોમાં કામ કરવું જોઈએ’ – તેલંગાણાના CMનું મોટું નિવેદન હવે બોલીવુડ સાથે સરખામણી કરવાનો સમય ગયો

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનના ભારોભાર વખાણ કર્યા હતા. હૈદરાબાદમાં ‘અલ્લૂ સિનેમાઝ’નું ઉદ્ઘાટન કર્યા બાદ સભાને સંબોધતા CMએ આશા વ્યક્ત કરી હતી કે અલ્લૂ અર્જુન આગામી સમયમાં માત્ર ભારત જ નહીં, પરંતુ હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે માત્ર ટેલેન્ટ જ સફળતા અપાવે છે.

હોલીવુડ સાથે સ્પર્ધા કરવાનો સમય

મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે, “ભવિષ્યમાં અલ્લૂ અર્જુને માત્ર પેન-ઈન્ડિયા ફિલ્મો સુધી મર્યાદિત ન રહેતા હોલીવુડમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ. આપણો અવાજ (તેલુગુ કલાકારોની પ્રતિભા) ત્યાં સુધી પહોંચવો જોઈએ. અત્યાર સુધી આપણે આપણી ફિલ્મોની સરખામણી કલેક્શનના મામલે માત્ર બોલીવુડ સાથે કરતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.”

- Advertisement -

arjun1.jpg

તેમણે ઉમેર્યું કે ફિલ્મ જગતમાં ભાષાના અવરોધો ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયા છે. હવે તેલુગુ ફિલ્મ ઉદ્યોગે પડોશી રાજ્યો કે બોલીવુડ સાથે નહીં, પરંતુ સીધી હોલીવુડ સાથે સ્પર્ધા કરવાની તૈયારી રાખવી જોઈએ.

- Advertisement -

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકારનું પૂર્ણ સમર્થન

CM એ ભરોસો અપાવ્યો હતો કે તેલંગાણા સરકાર રાજ્યની સફળતાની ગાથામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મહત્વના ભાગીદાર તરીકે જુએ છે. તેમણે ‘અલ્લૂ સિનેમાઝ’ (મૂવી થિયેટર કોમ્પ્લેક્સ) બનાવવાના પ્રયાસો બદલ અલ્લૂ અર્જુન અને તેમના પરિવારની પ્રશંસા કરી હતી અને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે તમામ પ્રકારનું સમર્થન આપશે.

arjun.jpg

પુષ્પા 2 ની ભવ્ય સફળતા અને આગામી પ્રોજેક્ટ

અલ્લૂ અર્જુન તાજેતરમાં જ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ માં જોવા મળ્યો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને તે અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. અલ્લૂ અર્જુન હવે ટૂંક સમયમાં જાણીતા નિર્દેશક એટલીની આગામી ફિલ્મ ‘AA22xA6’ માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -
Share This Article