આખા વિશ્વમાં ફેલાયેલા ચેપી રોગ કોરોના ની વેકસીન બનાવવા દુનિયાભરમાં વૈજ્ઞાનિક કામે લાગ્યા છે ત્યારે ભારતે આ રસી બનાવી લેવામાં સફળતા મેળવી લીધી છે,અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. હવે ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે અને આ રસીને હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલ કરવા માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે પછીના તબક્કા માં ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ ઉભી થશે અને ભારત સહિત ગુજરાત નું નામ દુનિયાભર માં એક ઇતિહાસ સર્જશે.
ભારતની ટોચની આ દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા ભારતીય અને યુરોપિયન ટીમો સયુંકત રીતે સાથે મળીને બે અભિગમોને લઈને કોરોના વાયરસ ને ખત્મ કરતી વેકસીન શોધી રહ્યા હતા. કોરોના વાયરસને હવે COVID 19 નામ આપવામાં આવ્યું છે. જેના પ્રથમ અભિગમમાં કોરોના વાયરસના પ્રવેશ માટે જવાબદાર કોષમાં DNA રસી શોધવાનો હતો. પ્લાઝમિડ ડીએનએને વાયરસ પ્રભાવિત કોષમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ તેને વાયરલ પ્રોટીનમાં ટ્રાન્સફોર્મ કરીને રોગપ્રતિકારક શક્તિના સેલ્યુલર અને હ્યુમોરલની મદદથી વાયરસને નાથવામાં મદદ કરશે જેનાથી રોગથી
બીજા અભિગમમાં COVID 19 સામે જીવંત એટેન્યુએટેડ RMV રસીનો વિકાસ કરવામાં આવશે. વિપરીત આનુવંશિક દ્વારા નિર્મિત RMV રસી કોરોના વાયરસના કોડન ઓપ્ટિમાઇઝ્ડ પ્રોટીનનું નિરૂપણ કરીને લાંબાગાળા સુધી એન્ટિબોડીને પ્રેરિત કરશે જેનાથી COVID 19થી રક્ષણ મળી રહેશે.
ગ્રુપનું વેક્સીન ટેક્નોલોજી સેન્ટર પ્લાઝમીડ ડીએનએ વેક્સીન બનાવવાનું કામ કરી રહ્યું છે. અહીં તમામ જરૂરી વિવિધ રસીઓ વિકસાવવા અને ઉત્પાદિત કરવાની વિશાળ ક્ષમતા છે. કેડિલાએ 2010માં ફાટી નીકળેલાં સ્વાઈન ફલૂની સૌપ્રથમ રસી બનાવી હતી. ગ્રુપનું બીજું રિસર્ચર યુનિટ એતના બાયોટેક રિવર્સ જિનેટિક્સ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ખુબજ જહેમત ના અંતે આખરે કોરોના ને મ્હાત કરતી વેકસીન શોધી કાઢવા માં ગુજરાત માં વૈજ્ઞાનિક ટીમ ને સફળતા મળતા કોરોના નો સટીક ઈલાજ શક્ય બની શકશે અને જનજીવન ફરીથી પાટે ચડી શકશે.
