(ગુલઝાર ખાન) એડિટોરિયલ ડેસ્ક
હાલ વિધાનસભા ની પેટા ચૂંટણીઓ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા ના કપરાડા વિધાનસભા બેઠક પણ મહત્વ ની ગણાય છે અને અહીં ભાજપ માંજ અસંતોસ હોય આ બેઠક ઉપર સૌની નજર છે કપરાડા પેટા ચૂંટણી માટે ગુરૂવારે ભાજપના નિરીક્ષકોએ સ્થાનિક સ્તરે ચર્ચાવિચારણા કરી હતી અને દાવેદારો અને કાર્યકરોને સાંભળ્યાં હતાં. જેમાં કોંગ્રેસ ને બાય બાય કરી ભાજપ નો ખેસ ધારણ કરનાર જીતુભાઇ ચૌધરીને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. ચર્ચા દરમ્યાન સાંસદ કે.સી.પટેલે ભાજપના નિરીક્ષકો સમક્ષ જીતુ ચૌધરીએ અગાઉ ભાજપના કાર્યકરો સામે કેસ કરાવ્યાં હોવાની વાત દોહરાવી ને પોતાની નારાજગી વ્યક્ત કરી ધ્યાન દોર્યું હતું. આ વાત ને સૂચક માનવામાં આવી રહી છે જોકે,આ વાત ને મોવડીઓ દ્વારા નજર અંદાજ કરાઈ તે વાત જુદી છે પરંતુ હવે જીતુભાઇ માટે હવે કોંગ્રેસ અને ભાજપ એમ બે મોરચે જંગ લડવો પડે તેવી સ્થિતિ છે જે વાસ્તવિકતા છે કારણકે જીતુ ચૌધરી કોંગ્રેસ માંથી ભાજપ સામે લડ્યા ત્યારે પણ જેતે સમયે ભાજપ ના ઉમેદવાર માધુ રાઉત સામે એકદમ પાતળી સરસાઈ થી માંડ જીત્યા હતા અને તે વખતે ભાજપ ના કાર્યકરો સામે થયેલા કેસ કબાડા તેઓ હજુ ભૂલ્યા નથી જેથી જીતુભાઇ સામે અંદર થી નારાજગી છેજ તે વાત સાંસદ કેસી પટેલે યાદ અપાવી હોવાનું કહેવાય છે પરંતુ મોવડીઓ ને ભરોસો હોય વાંધો નહીં આવે તેવું નક્કી કરી ચુક્યા છે , વાત જીતુભાઇ ની કરવામાં આવે તો કોંગ્રેસીઓ તેમના ઉપર પહેલે થીજ નારાજ છે અને ભાજપ વાળા પણ નારાજ હોય આવનારા પરિણામ કેવા આવશે તેવી ઉત્સુકતા જામી છે
અત્રે ઉલ્લેખનીય છે કે કપરાડા વિધાનસભા બેઠક પર જીતુભાઇ ચૌધરીએ રાજીનામુ આપતાં હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે ઈશ્વર પટેલ અને ભરતસિંહ પરમારને જવાબદારી સોંપી છે. ગુરૂવારે આ બંને નેતાઓ કપરાડા વિધાનસભા મત વિસ્તાર પહોંચી દાવેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની હાજરી વચ્ચે કપરાડા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઇ ચૌધરીનું નામ નક્કી થયુ હતું.
હાલ માં કપરાડા ભાજપના નેતાઓ જીતુભાઇના વિરોધથી દુર રહ્યાં હતાં. આમ આખરે કપરાડા પેટા ચૂંટણીમાં ભાજપે જીતુભાઇને જ ચૂંટણી લડાવાનો ફાઇનલ નિર્ણય કરતા ચૂંટણીઓ નો ધમધમાટ શરૂ થયો છે.