વડોદારા માં કોરોના ની સ્થિતિ વકરી રહી છે અને અહીંના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ શાળામાં 20 તાલીમાર્થી LRD (લોકરક્ષક દળ) જવાનનો કોરોના ટેસ્ટ કરાવતા 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી છે. અહીં હાલ માં લગભગ 471 LRD જવાનો તાલિમ લઈ રહ્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 62 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2459 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં વધુ 29 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1790 દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ 612 એક્ટિવ કેસ છે.
વડોદરા શહેરમાં આજે ગોત્રી, છાણી, આજવા રોડ, વડસર, વારસીયા, માંજલપુર, રાવપુરા, પ્રતાપનગર, મુંજમહુડા, ખોડિયારનગર, અટલાદરા, ગોરવા, વાડી, હરણી, તાંદલજા, ફતેપુરા, સમતા, વાસણા રોડ, માણેજા, પથ્થરગેટ, નવાયાર્ડ, અકોટા, ઇલોરાપાર્ક, તરલાલી અને રાણાવાસ ,અને રૂરલ માં કરજણ,પાદરા,દશરથ, ભાયલીરોડ,રણોલી, ઉંડેરા, ડભોઈ માં કોરોના ના કેસ નોંધાયા હતા.
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન 4 દર્દીના મોત થયા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી મહિલાનું મોત થયું હતું. યાકુતપુરા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહિલાનું મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. લક્ષ્મીપુરા રોડ ઉપર રહેતા 59 વર્ષીય ક્રિશ્ચિયન મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત પાદરાના 38 વર્ષીય યુવાનનું મોત થયું હતું.આમ વડોદરા માં કોરોના ની સ્થિતિ યથાવત છે.
