હવે રેલવે પણ ઝડપથી ખાનગી કરણ ના માર્ગે દોડી રહ્યું છે અને અત્યાર સુધી ના સરકારી ઇજારા નો ધીરેધીરે અંત આવી રહ્યો છે , જે રીતે સરકારી એસટી વિભાગ અને ખાનગી ટ્રાવેલ્સ ની સેવા છે તેજ મુજબ હવે ખાનગી અને વધુ સુવિધાઓ ધરાવતી ખાનગી ટ્રેનો ટ્રેક ઉપર દોડતી થઈ ગઈ છે. દેશમાં ખાનગી ટ્રેનો દોડાવવાના પ્રોજેક્ટના ભાગરૂપે હાલના રેલ નેટવર્ક પર દેશભરમાં 109 જોડી રૂટ પર ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ખાનગી કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવનાર ટ્રેન ઓછામાં ઓછી 16 ડબ્બાની રહેશે અને તેની મહત્તમ સ્પીડ કલાક દીઠ 160 કિલોમીટરની રહેશે. આ તમામ ખાનગી ટ્રેનો માટે મોટાભાગના કોચ મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં જ બનશે.
રેલવેએ પસંદ કરેલા રૂટમાં અમદાવાદ સહિત ગુજરાતમાં 36 ખાનગી ટ્રેન દોડશે આ તમામ ટ્રેનો હાલની રેગ્યુલર ટ્રેનોની સરખામણીમાં 15 મિનિટથી લઈ 1 કલાક વહેલી પહોંચાડશે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પેસેન્જરોએ રેગ્યુલર ટ્રેનની સરખામણીમાં 2થી 3 ગણો વધુ ચાર્જ ચૂકવવો પડશે.તેમ સૂત્રો એ જણાવ્યું હતું.
