રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા એલઆરડી પ્રકરણમાં ઉકેલ આવ્યો છે અને હમણાંજ મળી રહેલા અહેવાલો મુજબ LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા હતા તેઓને આજે 4 જુલાઈ એ નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવતા આવા ઉમેદવાર ના આંદોલન ની જીત થઈ છે. આ આદેશ રાજ્ય પોલીવડા શિવાનંદ ઝાએ કર્યો છે.નોંધનીય છેકે ગુજરાત પોલીસની ભરતીમાં મહિલાઓને રાજ્ય સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેમની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં તે મુજબ ના જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું. ત્યારે આવા ઉમેદવાર ને નિમણૂક ના ઓર્ડર થતા ઉમેદવાર બહેનો માં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.
