BCCI નમન એવોર્ડ્સ 2026: ખેલાડીઓનું થશે ભવ્ય સન્માન, ત્રણ દિગ્ગજોને મળશે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોને સન્માનિત કરવા માટે ‘નમન એવોર્ડ્સ 2026’ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન 15 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવશે. બોર્ડે આ વર્ષે વિજેતા બનનારા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે.
શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના બન્યા ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર’
BCCI દ્વારા આપવામાં આવતો સૌથી પ્રતિષ્ઠિત ‘પોલી ઉમરીગર એવોર્ડ’ (બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર – મેન્સ) આ વર્ષે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને એનાયત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે શુભમન ગિલને સતત બીજી વખત આ સન્માન મળી રહ્યું છે.
બીજી તરફ, મહિલા કેટેગરીમાં સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર’નો એવોર્ડ આપવામાં આવશે. સ્મૃતિ મંધાના પાંચમી વખત આ એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવી રહી છે.
ત્રણ દિગ્ગજોને સર્વોચ્ચ સન્માન: લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપનારા પૂર્વ ખેલાડીઓ માટે આ વર્ષનો એવોર્ડ શો ખાસ બની રહેશે.
રોજર બિન્ની અને રાહુલ દ્રવિડ: આ બંને દિગ્ગજોને પુરૂષ કેટેગરીમાં ‘કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
મિતાલી રાજ: મહિલા ક્રિકેટના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજને ‘BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર વિમેન’ એનાયત કરવામાં આવશે.
ઘરઆંગણે ચમકનારા ખેલાડીઓનું પણ સન્માન
BCCI માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં, પરંતુ સ્થાનિક (Domestic) ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરશે
At the Naman Awards 2026, scheduled for 15 March 2026, in New Delhi. India’s Test and ODI captain Shubman Gill will receive the Polly Umrigar Award for Best International Cricketer (Men) for the 2024–25 season for the second time. Smriti Mandhana will receive the Best…
— ANI (@ANI) March 14, 2026
જગમોહન દાલમિયા ટ્રોફી: મુંબઈની ઈરા જાધવ અને હરિયાણાની શેફાલી વર્માને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ આ ટ્રોફી એનાયત થશે.
લાલા અમરનાથ એવોર્ડ: મુંબઈના આયુષ મ્હાત્રેને લિમિટેડ ઓવર ટૂર્નામેન્ટમાં અને વિદર્ભના હર્ષ દુબેને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પ્રદર્શન માટે આ એવોર્ડ મળશે.
શ્રેષ્ઠ એસોસિએશન: સ્થાનિક ટૂર્નામેન્ટોમાં સતત દબદબો જાળવી રાખવા બદલ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એસોસિએશનનો એવોર્ડ આપવામાં આવશે.
