ગુજરાતમાં અમદાવાદ સહિત ના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે.જોકે,વડોદરા પંથક માં ચાલુ વર્ષે ખાસ વરસાદ થયો નથી અને આજેપણ હજુપણ સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો પણ આકાશ માં વાદળો જોવા મળ્યા હતા રાજ્યમાં વીતેલા 24 કલાક માં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા માં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
આ વખતે ચોમાસુ ખાસ જામ્યું નથી અને વરસાદ ની આગાહીઓ ખોટી પડી હોવાની વાસ્તવિકતા સામે આવી છે સુરેન્દ્રનગર ના ઘણા ગામડાઓ માં વાવણી પણ થઈ નથી અને રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ તો વરસાદ નહિ પડતા બિયારણ બગડ્યા ના પણ કિસ્સા સામે આવ્યા છે.
પાંચ જિલ્લાના 13 તાલુકામાં વરસાદ પડ્યા ના અહેવાલ છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, વલસાડ, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના વ્યારામાં બે ઈંચ અને અન્ય ચાર તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય બે તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના એક જ વાંસદા તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકા કોરાકટ રહ્યા છે. વલસાડ જિલ્લાના 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. આમ આગાહીઓ ઉપર આગાહીઓ થઈ રહી છે પણ મેઘરાજા હજુ બરાબર મૂડ માં હોય તેવું જણાતું નથી જેથી ખેડૂતો સારા વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
