વડોદરામાં સ્થાનિક કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ને સમર્થન કરવાના મામલા માં કરણી સેના ના આગેવાન રાજ શેખાવતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરા માં ઓઈલ ચોરી પ્રકરણમાં ગાજેલા ભાજપના પૂર્વ નેતા અને કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં વડોદરા ભડકે ભળશે તેવું નિવેદન આપવા મામલે રાજ શેખાવત ની ધરપકડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે વડોદરાના જવાહર નગર પોલીસ અને પીસીબીએ નરેન્દ્ર રોડ લાયન્સના ગોડાઉનમાં દરોડો પાડી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાની ફરિયાદ નોંધી ગોડાઉન કીપર તેમજ ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગોડાઉનના માલિક અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ એફઆઇઆરમાં નોંધ્યુ હતું. જેના વિરોધમાં કરણી સેનાએ ગઈ તા 25મીએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ વખતે કરણી સેનાના આગેવાન રાજ શેખાવતે ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરાશે તો વડોદરા ભડકે બળશે તેવું નિવેદન કર્યું હતું. જેના આધારે પોલીસે રાજ શેખાવત સામે ગુનો દાખલ કરી રાજ શેખાવતની ધરપકડ કરી છે.
