આજે ગુરૂપૂર્ણિમાના પવન પર્વ નિમિતે 5 જુલાઈએ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે આજે આ ગ્રહણ પર ગજ કેસરી યોગની રચના હોવાથી ચંદ્ર અને ગુરુ ધનરાશિમાં રહેશે. જેના કારણે એક રાશિમાં બંને ગ્રહોનું સંયોજન ગજ કેસરી યોગ બને છે. ચંદ્રગ્રહણ દરમિયાન ગજ કેસરી બનતા આ યોગ કેટલાક જાતકો ને લાભ થવાના યોગ બને છે.આપને જણાવી દઈએ કે મિથુન, કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને ચંદ્રગ્રહણ પર ગજ કેસરી યોગનો વધુ લાભ મળવાનો છે આવો જોઈએ આ જાતકો ને શુ લાભ મળશે.
મિથુન રાશિ
આ રાશી ના જાતકો માટે ખાસ તો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ મળશે. સંપત્તિમાં અગાઉના કોઈપણ રોકાણથી હવે ફાયદો થવાનું શરૂ થવાના યોગ છે. પૈસા ના મામલા માં સમજદારીથી કામ શરૂ કરી શકશો. સહકાર્યકરો સાથે સુમેળ વધશે. એકંદરે આ ગજકેસરી યોગ તમારા માટે ફાયદો લાવશે. ચંદ્રગ્રહણ દરમિયાન બનતો ગજ કેસરી યોગ તમારા માટે શુભ છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. ચોક્કસપણે તમારી મહેનતનું ફળ મળશે. ગજ કેસરી યોગને કારણે તમારા માટે ચંદ્રગ્રહણનો સમયગાળો તમારા માટે ખુશીઓ સાથે શુભ રહેશે.
કર્ક રાશિ
આ રાશી ના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ફાયદો કરાવશે તમારી નોકરી અને ધંધાકીય બાબતોમાં પણ તેની અસર દેખાશે , ગજ કેસરી યોગના કારણે તમને તેના ફાયદા મળશે. કારકિર્દી માં આગળ વધવા સાથે આપની આવકમાં વધારો થશે.અને સંઘર્ષ તેમજ ખરાબ સમય પસાર થતા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. ગજ કેસરી યોગથી માન અને કીર્તિ વધશે
વૃશ્ચિક રાશિ
ગજ કેસરી યોગ તમને મજબૂત નિર્ણયો લેવામાં અસરકારક બનાવનાર છે અને આ સમય દરમિયાન, તમારી વ્યૂહરચનાઓ નક્કી કરે છે તે લાંબા ગાળાના લાભ આપશે. સમૃદ્ધિ મળશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો.તેવા યોગ બની રહયા છે.
ધન રાશિ
આ જાતકો માટે પણ ગજ કેસરી યોગને કારણે લગ્નના યોગ બની રહ્યા છે. જીવનમાં કોઈનું આગમન ની ઇચ્છા આ સમયે પૂર્ણ થઈ શકે છે. જોકે, કોઈએ શુભ કાર્યો કરવા માટે હજુપણ થોડી વધારે રાહ જોવી પડે તેવા યોગ બની રહયા છે.
મકર રાશિ
આ જાતકો ને અચાનક જ ધનલાભ થવાના યોગ બની રહયા છે. નોકરી-ધંધામાં પ્રમોશન મળી શકે છે. જૂની ભૂલોને ફરીથી સુધારવાની તક પ્રાપ્ત થશે . આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થનાર છે.