સરહદ ઉપર યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામથાન કોવિંદ વચ્ચે તાત્કાલીક અસર થી ઓચિંતી બેઠક મળતા આ બેઠક ને નવાજૂની થવાના સંકેત માનવામાં આવી રહ્યા છે અને ગમેત્યારે ચાઈના ની કોઈપણ હરકત સામે લડી લેવા આદેશ અપાય તેવી અટકળો વહેતી થઈ છે.
રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ બેઠક અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.ચીન સરહદ પર જઈને સ્થિતિ જાણ્યા બાદ અચાનક જ પીએમ મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે. કારણ કે , ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે અને યુદ્ધ જેવી અંતિમ સ્થિત માં રાષ્ટ્રપતિ ના હાથ માં કમાન હોય છે.
એટલું જ નહીં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ આ અંગે કરેલું ટ્વીટ ઘણુ બધુ કહી જાય છે. તેમણે લખ્યું છે કે, ભારત ઈતિહાસના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણે એક સાથે અનેક આંતરીક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. પરંતુ ભારત સામે જે પડકારો ઉભા કરવામાં આવી રહ્યાં છે તેનો સામનો કરવો એ આપણો દ્રઠ નિશ્ચય હોવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શુક્રવારે અચાનક જ ચીનને અડીને આવેલી સરહદ કે જ્યાં હાલ બંને દેશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા લેહની મુલાકાતે પહોંચી ગયા હતાં. અહીં નીમૂમાં વડાપ્રધાન મોદીએ સેના, એરફોર્સ અને ITBP ના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયા ફ્રંટલાઈન પર તૈનાત જવાનો સાથે વાતચીત કરી હતી અને રૂબરૂ જઇ ને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો, ચીન ની નાપાક હરકતો સામે છેલ્લા કેટલાક સમયથી સરહદે ભારતે સૈનિકો ની સંખ્યા વધારવાની ફરજ પડી છે. અને યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેંટ સિસ્ટમ, દારૂ ગોળો સહિતની સામગ્રી પહોંચી ગઈ છે. તેવામાં પીએમ મોદીની અચાનક ચીન સરહદની મુલાકાત અને ત્યાર બાદ આવીને બીજા તબક્કામાં અચાનક રાષ્ટ્રપતિ સાથીની પીએમની મુલાકાત સૂચક મનાઈ રહી છે અને ચાઈના સામે આખરી જંગ ખેલી લેવા માટે માત્ર સિગ્નલ ની રાહ જોવાઇ રહી છે.
