ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની જુલાઈમાં લેવાતી પુરક પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન તો કરાવવામા આવી રહ્યુ છે પરંતુ જુલાઈમાં પરીક્ષાઓ નહિ લેવાના નિર્ણય થી વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે ચાલુ મહિને જુલાઈમાં લેવાનારી ઈજનેરી માટેની જેઈઈ મેઈન અને મેડિકલ માટેની નીટ ફરી મોકુફ કરી સપ્ટેમ્બરમાં લેવાની જાહેરાત કરી છે ત્યારે હવે ગુજરાત બોર્ડની પુરક પરીક્ષાઓ પણ જુલાઈમાં લેવાશે નહી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી ધો.10અને 12ની જાહેર બોર્ડ પરીક્ષામાં એકથી બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવે છે.
નોંધનીય છે કે તા. 25મી માર્ચથી નેશનલ લોકડાઉન જાહેર થતા તે પહેલા બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાઓ તો પુરી કરી દેવાઈ અને કોરોના વચ્ચે પણ શિક્ષકો પાસે ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરાવી ગુજરાત બોર્ડે પરિણામો જાહેર કરી દીધા. ઉપરાંત જુલાઈની પુરક પરીક્ષા માટે ગુજરાતે બોર્ડે રજિસ્ટ્રેશન પણ શરૂ કરાવ્યુ હતું પરંતું હવે પૂરક પરીક્ષા ના કોઈ ઠેકાણા નહિ હોવાથી કોરોના ની સ્થિતિ માં વિધાર્થીઓ નું વર્ષ બગડવાની સ્થિતિ ઉભી થઇ છે.
