કોરોના ની હાડમારી માં વિદ્યાર્થીઓ નું શિક્ષણ બગડ્યું છે ત્યારે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ જુલાઈ માં નહિ લેવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે ધો-10-12ના બે વિષયો માં નાપાસ વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવા બોર્ડ મેમ્બરે માંગ કરી છે. કોરોના મહામારીમાં પૂરક પરીક્ષા વિદ્યાર્થી માટે જોખમી થઇ શકે છે. જેથી ધો. ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ જુલાઇ- 2020ની પૂરક પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવે છે તેમની પુરક પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન આપવામાં આવે તે જરૂરી છે. જેનાથી આવા વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બચી જશે.
બોર્ડ મેમ્બર ડો. પ્રિયંવદન કોરાટે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે સીબીએસઇ દ્વારા જ્યારે બાકીના વિષયની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો આ સંજોગોમાં ગુજરાત બોર્ડે પણ પૂરક પરીક્ષા માટેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ. દર વર્ષે જુલાઈમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હોય છે. આમ ચાલુ વર્ષે કોરોના ની સ્થિતિ ધ્યાને લઇ સરકાર તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી છે.
