હાલ માં ગુજરાતમાં ચોમાસા નો મહિલા બરાબર નો જામ્યો છે ત્યારે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં 8 જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને સાયક્લોનીક સર્ક્યૂલેશન એમ બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. એટલું જ નહીં દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો ટર્ફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ફેલાયેલો છે. આ કારણે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રમાં આગામી 3 દિવસોમાં ભારે વરસાદ થવાની આશંકા છે.હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજથી જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છનો સમાવેશ થાય છે. આમ ચાલુ રહેલી મેઘમહેર વચ્ચે હજુપણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
