સમગ્ર ગુજરાત માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને રાજકોટ જિલ્લામાં પણ પડી રહેલા સાર્વત્રિક ધોધમાર વરસાદ વચ્ચે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ભારે વરસાદ ને પગલે અહીંની ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ ધસમસતા પાણીના વેગમાં તણાઇ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે સાથે એક છકડો રીક્ષા પણ પાણીમાં તણાઈ હોવાના અહેવાલો છે.
રાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદ ને કારણે અહીં સ્થિતિ વિકટ બની છે. અને કેટલીય જગ્યા એ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા ,જેથી વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
