સુરતમાં ચાલુ ફરજ દરમિયાન જન્મદિવસ ઉજવવાનું TRB જવાનો ને ભારે પડ્યું હતું અને તેઓએ નોકરી માંથી હાથ ધોવા પડ્યા હતા.
વિગતો મુજબ પુણા સીતાનગર પાસે સોમવારે બપોરે ચાલુ ડ્યૂટી દરમિયાન TRB જવાનોએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક 9 TRB જવાનોને છૂટા કરી દીધા હતા. જેમાં એક મહિલા TRB પણ સામેલ છે અને તેનો જન્મદિવસ ઉજવવા પુણા સીતાનગર બ્રીજ નીચે ભેગા થયા હતા. TRBના 9 જવાનો ચાલુ ડ્યૂટીએ કેક કાપી ઉજવણી કરતા હતા. આ તમામને નોકરીમાં છૂટા કરી દીધા હોવાની વાત પોલીસ અધિકારીએ જણાવી છે. છેલ્લા કેટલાક વર્ષો થી દેખાદેખી માં જન્મદિનની ઉજવણી કરવાનું ચલણ વધ્યું છે અને ગમેત્યારે અને ગમે તે જગ્યા એ કેક લાવી કાપીને અડધી ખાવાની અને બાકીની મોઢા ઉપર લપેટવા જેવા દ્રશ્યો દરેક જગ્યાએ સામાન્ય થઈ પડયા છે જે રોગ ને આમંત્રણ આપી શકે છે ત્યારે હાલ માં કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે જવાનો ની આ બર્થડે પાર્ટી વિવાદાસ્પદ બની હતી.
