વડોદરામાં પોલીસે ચોરીના આરોપી ને માર મારી તેનું મર્ડર કરી નાખી લાશ ને સગેવગે કરી પુરાવાઓ નાશ કરવા અંગેની વિગતો બહાર આવતા પોલીસ બેડમાં ચકચાર મચી ગઇ છે.આ ઘટના માં વડોદરાના ફતેગંજના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે હત્યાનો આરોપ મુકાયો છે જે તમામ ને વોન્ટેડ જાહેર કરાયા છે.
વડોદરાના ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને પોલીસ કસ્ટડીમાં લાવી એવો તો ઢોરમાર માર્યો કે આરોપી નું મૃત્યું થઇ ગયું હતું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો.પોલીસે શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને મોતના ઘાટ ઉતાર્યા બાદ મૃતક પરિવારજનોને પણ ખોટી માહિતી આપી કે, આરોપીને છોડી મૂકાયો છે.
આ ઘટનામાં પોલીસે હત્યાના તમામ પુરાવા પણ નાશ કરી દીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે, આ કેસમાં PI સહિતના આરોપી પોલીસ કર્મી ફરાર છે. SPએ જાતેજ ફરિયાદી બનીને ગુનો નોંધતા પોલીસ વર્તુળો માં આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.
