કોરોના ની મહામારી વચ્ચે સપ્ટેમ્બરના અંત સુધીમાં શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને પરીક્ષાઓ પૂર્ણ કરવા આદેશ કર્યો છે અને UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા નુંઆયોજન કરવા જણાવી વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ જણાવી દીધું છે.
યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ આપવામાં આવીછે અને ગુજરાતમાં પણ મોકુફ ૨ખાયેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા તૈયારી શરૂ કરી છે, અને સપ્ટેમ્બ૨ અંત સુધીમાં રાજ્યમાં આ પરીક્ષાઓ પુરી કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવી સરકાર ની ગણતરી છે.
રાજ્ય સ૨કારે સ્નાતક કક્ષાએ ફાઈનલ સેમેસ્ટ૨ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સત્રની પરીક્ષા લેવા માટે જે તે યુનિવર્સિટી અને કોલેજોને નિર્ણય લેવા જણાવ્યું છે, જેના કા૨ણે સ૨ળતાથી સમગ્ર કાર્યવાહીને પુરી કરી શકાશે. અંડર ગ્રેજ્યુએટની ફાઈનલ સેમેસ્ટ૨ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા લેવાશે જ્યારે અન્ય પરીક્ષામાં UGC કોલેજો અને યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને અગાઉના સેમેસ્ટ૨ની પરીક્ષાના આધારે પાસ ક૨વા માટે જણાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહયા છે કોરોના ની સ્થિતિ માં વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ના હિત ને ધ્યાને લઇ ભારત જ નહીં પરંતુ આખા વિશ્વ માં સ્કૂલ-કોલેજ બંધ રખાયા છે અને જ્યાં ચાલુ કરાયા હતા ત્યાં પણ ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે.
