જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ એ ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઇ હતી. આતંકવાદી હુમલામાં વસીમ બારી ના પિતા અને ભાઈનું પણ મોત થઇ ગયું છે. વસીમ બાંદીપોરા જિલ્લાનો ભાજપ અધ્યક્ષ રહી ચુક્યો છે. વસીમ પોતાની દુકાન પર પિતા અને ભાઈ સાથે હતો. તેવા સમયે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડા એ ટ્વિટ કરી લખ્યુ કે અમે આજે શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને બાંદીપોરામાં ગુમાવ્યા છે. તે પક્ષ માટે એક મોટુ નુકસાન છે. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તમારું બદિદાન વ્યર્થ નહીં જાય.
કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકીઓએ બુધવારના રોજ મોડી સાંજે મોટી ઘટનાને અંજામ આપ્યો અને ભાજપના જિલ્લાધ્યક્ષ વસીમ બારીની હત્યા કરી દીધી હતી અને આતંકીઓએ વસીમ સિવાય તેમના પિતા અને ભાઇ પર પણ હુમલો કરતા ત્રણેયનું મોત થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ નેતાની હત્યા અંગે ફોન પર માહિતી લીધી. તેમણે વસીમના પરિવાર પ્રત્યે સાંત્વના પણ વ્યકત કરી. કેન્દ્રીય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહે આ માહિતી આપી. હુમલો કર્યા બાદ આતંકી સ્થળ પરથી ફરાર થઇ ગયા. પોલીસ અને સુરક્ષાબળોએ સ્થળ પર આવીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો. મોટાપાયા પર સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે પોલીસે વસીમની સુરક્ષામાં લાગેલા આઠ પીએસઓની પૂછપરચ્છ માટે ધરપકડ કરી લીધી છે આમ કાશ્મીર માં આતંકવાદી પ્રવુતિ ચાલુ રહી છે અને મોટી સંખ્યા માં આતંકવાદીઓ ના સફાયા બાદ પણ નવાનવા આતંકીઓ આવી ઘટના ને અંજામ આપી રહ્યા છે.
