સમગ્ર એશિયા ખંડ માં સૌથી મોટા મનાતા સોલાર પાર્ક એવા ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપની માં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા.
આગે વિકરાળ રૂપ ધારણ કરતા પ્લેટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીટચ યાર્ડ સહિત ટ્રાન્સફર્મર પ્લાન્ટમાં આગ ફેલાઇ ગઈ હતી.
જીપીપીસી પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગને કારણે સોલાર પાર્કમાં કોઈ જ ફાયર ફાઇટર ની સુવિધા નહિં હોવાના કારણે બે કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નહોતો. ભયાનક આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. ચારણકા સોલાર પ્લાન્ટમાં ભયાનક લાગેલી આગને આસપાસના સ્થિત પ્લાન્ટમાં પણ ટ્રીપિંગ આવતા પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીનો ચારણકા સોલાર પાર્કમાં બનાવવામાં આવેલો પ્લાન્ટ પાંચ મેગાવોટનો છે. જેમાં પ્લાન્ટમાં પેનલો અને સ્વીટચ યાર્ડને મોટું નુકસાન થતા ફરીથી સોલાર પ્લાન્ટ કાર્યરત થતા અંદાજીત દોઢથી બે મહિના જેટલો સમય લાગી શકશે. જેના કારણે જીપીપીસી પ્લાન્ટને દૈનિક ત્રણ લાખનું નુકશાનની થવાની શકયતા છે.
એશિયાનો સૌથી મોટા ગણાતા આ સોલાર પ્લાન્ટમાં આસપાસ ના વિસ્તાર ના અને ગુજરાત તેમજ આંતર રાજ્યના અનેક કર્મચારીઓ રોજગારી મેળવે છે પરંતુ આવડા મોટા પ્લાન્ટમાં કોઈ જ ફાયર ફાઇટર સુવિધા નહિ હોવાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે અને આટલા મોટા પ્લાન્ટ માં શા માટે ફાયર સેફટી અંગે વિચાર નહિ આવ્યો હોય તે વાત ભારે ચર્ચા ના પરિઘ માં રહેવા પામી છે. ગત સાંજે સાત વાગ્ય ના સાત વાગ્યા ના અરસા માં આગ નો બનાવ બન્યો હતો.
