કાનપુર શૂટઆઉટના મોસ્ટવાન્ટેડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આવી રહેલા સમાચાર મુજબ વિકાસ દુબેએ મહાકાળેશ્વર મંદિરની કાપલી કાપીને આ પછી પોતાને આત્મસમર્પણ કર્યું હોવાનું મનાય રહ્યું છે હાલ સ્થાનિક પોલીસે તેને કસ્ટડીમાં લીધો હોવાના સમાચાર જાણવા મળી રહયા છે.
કાનપુર શૂટ આઉટ માં વિકાસ દુબેના ત્રણ સાગરીતો ના એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે ત્યારે વિકાસ દુબે નું શુ થશે તે અંગે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.
