ઉજ્જૈનથી ગઈકાલે સરન્ડર કરનાર કાનપુર શૂટ આઉટ નો મુખ્ય અપરાધી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હોવાનું જાણવા મળ્યું છે. કહેવાય છે કે વિકાસ દુબે નો કબ્જો લઈને ઉજજેન થી કાનપુર તરફ જઈ રહેલા એસટીએફના કાફલા ગાડી ને વરસાદ ના કારણે અકસ્માત નડતા ગાડી પલટી ગઈ હતી આ ગાડીમાં વિકાસ દુબે પણ બેઠો હતો અનેગાડી પલટ્યા બાદ વિકાસ દુબે એ એસટીએફના એક અધિકારીની ગન છીનવીને ભાગવાની કોશિષ કરતા પોલીસે કરેલા ફાયરિંગ વિકાસ દુબે માર્યો ગયો હતો
એસટીએફ ઓફિસરે કહ્યું કે આ ગાડીમાં વિકાસ દુબે સવાર હતો. જો કે પોલીસ આ બાબતે સત્તાવાર નિવેદન આપી રહી નથી. ઘટનાસ્થળ પર પોલીસના અધિકારી પહોંચી ગયા છે.અગાઉ વિકાસ દુબે ના 5 સાથીઓ પણ ના પણ પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યા હતા અને છેલ્લે વિકાસ નું પણ એન્કાઉન્ટર થઈ જતા એક ગુનાહિત ઇતિહાસ નો અંત આવ્યો છે.
