ગુજરાત માં લોકડાઉન બાદ કોરોના બેકાબુ બનતા વલસાડ માં બપોર બાદ દુકાનો બંધ રાખવાના નિર્ણય બાદ હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર મુખ્ય શહેરોને 20 જુલાઈ સુધી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોવાનું જાણવા મળ્યુ છે અહીં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે. ત્યારબાદ લોકોને ઘરની બહાર ન નીકળવા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં વધુ 18 કેસ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 367 પહોંચી છે. ડીશા અને પાલનપુર માં પરિસ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા એસોસિયેશન સાથે અભિપ્રાય મેળવી સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારો ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે જેનું 20 જુલાઈ સુધી પાલન કરવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ ગુજરાત માં કોરોના ની સ્થિતિ વિકટ બનતા હવે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના એક્શન લેવામાં આવી રહ્યા છે. હાલ માં વલસાડ જિલ્લા માં પણ સતત કોરોના ના કેસો વધતા ત્યાં પણ ચાર વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
