દેશ માં પહેલે થી જ રોજગાર સહિત ની કેટલીય મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યો હતો તેવામાં કોરોના ની મહામારી આવતા ત્રણ મહિના જેવા તબબકવાર આવેલા લોકડાઉનમાં ધંધો-રોજગાર બંધ રહેતાં લોકો આર્થિક રીતે બિલકુલ તૂટી ગયા છે અને જનતા ને આશા હતી કે ઘરમાં રહ્યા બાદ આ દિવસો માં થયેલા નુકશાન માં સરકાર રાહત આપશે પરંતુ નેતાઓ એ ચાલાકી પૂર્વક જાહેરાતો કરી છટકી જઈ ને ઉપર થી કોરોના માં તૂટી ગયેલા લોકો ની પરવા કર્યા વગર આંતર રાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ના ભાવો તળિયે હોવાછતાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ બેફામ ભાવ વધારો કરી દઈ વધારાનો આર્થિક બોજ નાખી દેતા હવે જેની ચિંતા હતી તે થયું છે અને હવે મોંઘવારી વધી ગઈ છે.
ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ થતાં તેની સીધી અસર અનાજ પર પડી છે. વાહનોના ભાડામાં વધારો થતાં અનાજના ભાવમાં 100 કિલોએ રૂ. 150થી 200 સુધી નો વધારો થતાં લોકો ના રસોડા ના બજેટ પણ ખોરવાઈ ગયા છે બહાર નોકરીઓ અને ધંધા નથી અને મોંઘવારી વધતા સામાન્ય પરિવારો માં ચિંતા પ્રસરી છે.
ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે તેનાથી અન્ય રાજ્યમાંથી આવતા અનાજને લાવવાનું ભાડું મોંઘું થયું છે
લોકડાઉનથી લોકોના રોજગાર-ધંધા 68 દિવસ સુધી ઠપ થઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માંડ માંડ હમણાં લોકોના ધંધા-રોજગાર શરૂ થયા છે તેવામાં તો પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે. બીજી તરફ ડીઝલના ભાવ વધવાથી વાહનોનું ભાડું વધતાં અનાજ-કઠોળના ભાવોમાં પણ વધારો થયો છે. અનાજ અને કઠોળમાંથી કેટલીક વસ્તુ અન્ય રાજ્યમાંથી આવે છે. ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે તેનાથી અન્ય રાજ્યમાંથી આવતા અનાજને લાવવાનું ભાડું મોંઘું થયું છે. તેમજ રાજ્યમાંથી પણ આવતા અનાજને વહન કરતાં વાહનોના ભાડા 20થી 30 ટકા વધ્યા છે. જેની સીધી અસરથી લોકોને અનાજ અને કઠોળનાં વધુ નાણાં ચૂકવવાં પડી રહ્યાં છે. ડીઝલમાં કરવામાં આવેલા બેફામ ભાવ વધારાને કારણે અનાજ અને કઠોળમાં 100 કિલોએ અંદાજે રૂ. 150થી 200 સુધીનો વધારો જણાઈ રહ્યો છે. આમ હાલ માં ખાસ કરીને મધ્યમ વર્ગ ના પરિવારો માં ચિંતા પ્રસરી છે જે લોકો પહેલે થીજ પૈસાદાર વર્ગ છે તે લોકો ને કોઈ ફરક પડતો નથી પરંતુ મધ્યમ વર્ગ કે જેઓ નું બધુજ તંત્ર પોતાની આવક મુજબ હપ્તા ની ચેઇન વચ્ચે ગોઠવાયેલું છે તેવા પરિવારો રોજ નિસાસા નાખી રહ્યા છે.
