વડોદરા માં ચાલુ વર્ષે ખાસ વરસાદી માહોલ જામ્યો નથી અને છુટા છવાયા ઝાપટાઓ વચ્ચે એકંદરે જોઈએ તેવો વરસાદ પડતો નહિ હોવાથી પાણી નું સંકટ ઉભું થવાની દહેશત છે.
વડોદરા શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ 13.42% વરસાદ પડ્યો છે. વરસાદ ઓછો હોવાથી હાલ આજવા સરોવરની સપાટી જુલાઈ મહિનામાં 206.90 છે.જે ગત વર્ષ 209 ફૂટ કરતા 2 ફૂટ ઓછી નોંધાઈ છે. તંત્રના જવાબદારો માં મતે 205 ફૂટ સુધી પાણીની કોઈ ચિંતા નથી પરંતુ જરૂર જણાશે તોજ્યારે સપાટી ઓછી થશે ત્યારે નર્મદામાંથી પાણી લેવામાં આવશે.
ગત વર્ષ દરમ્યાન 10 જુલાઈ સુધીમાં તો 10 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો હતો અને ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાથી આજવામાં પાણીની આવક સારી હતી અને પાણી ની આવક વધતા આજવામાંથી વધારાનું પાણી પણ વિશ્વામિત્રીમાં છોડાયું હતું.જ્યારે હાલ ચાલુ વર્ષે 10 જુલાઈ સુધીમાં વડોદરામાં અત્યાર સુધી માત્ર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જ્યારે પ્રતાપપુરા સરોવર માંથી પણ આજવામાં પાણી આવતું નથી.જેના પગલે નવા નીર ન આવતા હાલ આજવાની સપાટી 206.90 નોંધાઈ છે.ત્યારે હજુ 205 ફૂટ સુધી શહેરને પાણી મળતું રહેશે. આમ વડોદરા પંથક માં ચાલુ વર્ષે મેઘરાજા મન મુકીને નહિ વરસતા પાણી ની આવક ઘટી છે અને જો પૂરતો વરસાદ નહિ પડે તો પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે નર્મદા નું પાણી લેવું પડે તેવી સ્થિતિ છે.
