ગુજરાતમાં આગાહીઓ વચ્ચે હજુપણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં જોઈએ તેવો વરસાદ થયો નથી જ્યાં પડ્યો છે ત્યાં ભુક્કા કાઢી નાખ્યા છે પણ જ્યાં નથી પડ્યો તેવા અનેક વિસ્તારો એવા છે કે વરસાદ ની ખુબજ જરૂર છે અને હજુપણ ચોમાસા જેવો માહોલ જામ્યો નથી અને એકપણ હેલી થઈ નથી કારણ કે અષાઢ-શ્રાવણ માં ચોમાસુ દર વખતે ખેતી માટે ઉત્તમ વરસાદ નું હોય છે અને વાવણી બાદ ધીમીધારે હેલી જામતા પશુઓ માટે ઘાસચારો અને મોલાત સરસ ઊગી નીકળે છે પણ આ વખતે એવું નથી આ બધા વચ્ચે ફરી એકવાર તંત્ર દ્વારા આગાહી ઝીંકવામાં આવી છે જેમાં બંગાળની ખાડી અને ઓડિશામાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે, જે 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે,સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે 16થી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે, જેમાં 17 જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.જોકે આગાહીઓ માત્ર આગાહીઓ હોય છે જ્યાં પડ્યો ત્યાં પડ્યો બાકી ટીપું પણ પડતું નહીં હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
