રાજકોટમાં આજે સવારે 7:40 કલાકે નોંધાયેલા ભુકંપ ના આંચકાઓ સૌરાષ્ટ્રમાં લગભગ જગ્યાએ અનુભવાયા છે અને સત્તાવાર બહાર આવી રહેલા અહેવાલો મુજબ ભુકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર આવેલ ભાયાસર ગામે નોંધાયું છે.
જોકે,રાજકોટમાં કોઇ જગ્યાએ નુકસાન ન થયુ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરી માહિતી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી હતી.
આમ ભુકંપ ને લઈ સવાર થીજ ટીવી અને સોશયલ મીડિયા માં એકજ ચર્ચા ચાલી રહી છે અને લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસા ને લઈ એક તરફ વરસાદ હોય લોકો ને બહાર પણ લાંબા સમય સુધી ઉભું રહેવું ચાલે તેમ ન હોય લોકો ધીરેધીરે પોતાના ઘરો માં પાછા ફર્યા હતા.
