ગુજરાત માં ફરી વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ની અસર હેઠળ લો પ્રેસર સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહશે અને આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ આજે 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે, સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે આજે 16 જુલાઈથી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે પરિણામે તા. 17 મી જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે.
જોકે, છેલ્લા દિવસો માં રાજ્ય માં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે આ માહોલ નવી સિસ્ટમ ક્રિયેટ થતા યથાવત રહે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
