આજની સ્થિતિ ખુબજ વિકટ છે કોરોના માં લોકો ને પૂરતી સહાય કે બેઠા થવાય તેવી સરકારી લાભ મળ્યા નથી ઉપર થી મોંઘવારી વધી છે અને તેમાંય હવે ખુબજ ઝડપથી ફેલાયેલા કોરોના ના રોગચાળા ની વાસ્તવિક સ્થિતિ ખુબજ ભયાનક હોવાનું જણાય રહ્યું છે કારણ કે કોરોના થી મોત ને ભેટનાર કમનસીબ નાગરિકો ના મૃત્યુ અંગે સાચો આંકડો આપવામાં આવતો નથી અને મીડિયા એ જયારે સાચી વિગતો મેળવવા સુરત માં સ્મશાન માં જઇ વાસ્તવિક રિપોર્ટિંગ કરવાનું શરૂ કર્યું તો સરકારે તરતજ એક્શન લઈ સ્મશાન માં પણ સુરક્ષા ગોઠવી દઈ મીડિયા ના પ્રવેશ કે માહિતી આપવા ઉપર ફતવો જાહેર કરી દીધો એ વાત નો વિરોધ ચાલુ છે ત્યારે અમદાવાદમાં પણ 24 સ્મશાન ઉપર હાજર જવાબદારો ને મૃતદેહો અંગે માહિતી નહિ આપવા સૂચના આપી દેવતા હવે સરમુખત્યાર શાહી નું વાતાવરણ બની રહ્યા નું જણાઈ રહ્યું છે અને શંકા એવી છે કે અત્યાર સુધીમાં જે સરકારી આંકડા છે તેના કરતાં સેંકડો વધુ લોકો ના કોરોના થી મોત થઈ ચૂક્યા હોઈ શકે છે.
અમદાવાદ માં જીવન નહીં બચાવી શકતું તંત્ર હવે મૃત્યુઆંક છુપાવવા ધમપછાડા કરી રહયુ છે અને તમામ 24 સ્મશાનોને મૃતદેહોના આંકડા ન આપવા AMCનો આદેશ ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે અને 5 વ્યક્તિનાં મોત સાથે વધુ 168 કેસ નોંધાયા છે.
અહીં અનેક સોસાયટીમાં સેંકડો કોરોના ના કેસ આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે નવા 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં આવી ગયા છે. કોરોનાથી થતાં મૃત્યુના સાચા આંકડા છૂપાવવા માટે મ્યુનિ. અધિકારીઓએ તમામ 24 સ્મશાન પર સ્પષ્ટ સૂચના આપી છેકે, કોઇને પણ મૃત્યુના આંકડા આપવામાં ન આવે.
છેલ્લા 24 કલાકમાં નવા કોરોના પોઝિટિવના 168 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23535 પર પહોંચી ગઈ છે.અમદાવાદ , સુરત, વડોદરા , વલસાડ, વાપી,દમણ માં સ્થિતિ વણસી હોવા છતાં તંત્ર સબ સલામત ની ડીંગ હાંકી રહ્યું છે અને સાચી હકીકત છુપાવતું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
