દેશ માં સૌથી વધુ સમય સુધી એકધારું શાસન કરનાર કોંગ્રેસ હવે જૂનવાણી અને કઈ નવું કરી શકે નહીં તેવી છાપ તેમજ કોઈ પ્રભાવશાળી કદાવર નેતા ની કમી ધરાવતી પરંપરાગત પરિવાર નો પક્ષ હોવાનું લેબલ વાગી ચૂક્યું છે જે હવે યુવા પેઢી માં ચાલે તેમ નથી. તાજેતરમાં સિંધિયા અને સચિન જેવા યુવા ચહેરા ના સ્થાને કમલનાથ અને ગેહલોત હાઇ કમાન્ડ એટલે કે નહેરુ અને ઇન્દિરા પરીવાર ના પહેલી પસંદ બન્યા તેનું કારણ પણ આજ છે.
કોંગ્રેસ માં નેતૃત્વ ની વાત આવે તો કાંતો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સુધીજ સીમિત છે અને વધીને કદાચ પ્રિયંકા સુધી એકબીજા ના વિકલ્પ બની રહે છે બાકી બહાર નો કોઈપણ બીજો તેમાં ઘૂસ મારી શકે તેમ નથી જેથી મૂળ નેતૃત્વ માજ પ્રોબ્લેમ છે આમાં મજબુરી કહો કે જે કહો તે આ વાસ્તવિક્તા છે અહીં નહેરુ-ઈન્દિરા પરિવાર ના આદર્શો ને માથે ચડાવી ચાલનારા કૉંગ્રેસીઓ આ લક્ષણરેખા પાર કરી શકે તેમ નથી જયારે નવા આવનારા કઈક અલગ પોતાની રીતે શતરંજ રમવા જાય છે પણ ચાલતું નથી જેથી દાવ ઊંધા પડતા પક્ષપલટા વગરે સમસ્યાઓ ઉભી થાય છે ત્યારે વાત પ્રભાવશાળી નેતૃત્વ ની અને જનતા ના વિશ્વાસ ની છે તેમાં જનતા ના આપેલા ચાન્સ ની કદર નહિ થતા હાલ આ જહાજ હાલક ડોલક થઈ રહ્યું છે ત્યારે ભાજપે પણ જનતા નો વિશ્વાસ જાળવવા સહેજ પણ ગફલત કરી તો ભવિષ્યમાં આવનારી પેઢી કોઈપણ પક્ષ ને તેનીજગ્યા બતાવી નવા પક્ષ કે નેતાગીરી ને ચાન્સ આપી શકે છે.
