આકાશ માં વાદળો દેખાવાનું ચાલુ થતાંજ ફરી એકવાર તંત્ર દ્વારા આગાહી કરી દીધી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્ર ફરી પાછું સાબદુ બની ગયું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે NDRFની 15 ટીમો તૈનાત કરી દીધી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
આગામી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઇને 15 NDRFની ટીમ તૈયાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી 6 ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1 ટીમ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.આમ ફરી એકવાર આગાહી થતા તંત્ર એક્શન માં આવી ગયું છે
