ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૦ અને ૧૨મા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ની પૂરક પરીક્ષા હવે ઓગસ્ટ મહિનાના અંતમાં લેવામા આવનાર છે.
પૂરક પરીક્ષા માટે ધોરણ.૧૦મા સવા લાખ, ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦,૦૦૦ તેમજ ધોરણ.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૩,૦૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.૧૦ અને ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી અને ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે
કોરોના ની હાડમારી ના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. જેથી હવે આ પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે તેવુ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના નાયબ નિયામક તેમજ સાયન્સના નાયબ નિયામકે જણાવ્યું હતું. આમ આ વખતે વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક કારકિર્દી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
