વલસાડ માં ઉપરા ઉપરી બે દારૂની મહેફિલો ઝડપાયા બાદ વધુ એક દારૂ ની પાર્ટી માં પોલીસે શરાબીઓ ની મજા બગાડી નાખી હતી અને પાંજરે પુરી દીધા હતા.
ધોબીતળાવ વેલકમ બેકરી નજીક લાકડાના શેડમાં વિજય પટેલ નામના ઈસમ દ્વારા યોજાયેલ દારૂ ની મહેફીલ માં સીટી પોલીસે રેડ કરી પાંચ દારૂડિયાઓ ને ઝડપી લઈ સ્થળ પરથી 3 દારૂની ખાલી બોટલ, 1 દારૂની ભરેલી બોટલ, 3 મોબાઈલ મળી કુલ 14,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા ઈસમો માં મનીષ પપ્પુભાઈ પટેલ, ઉ.વ. 34, મુલ્લાવાડી, વલસાડ, ઇમરાન હમિદ શેખ, ઉ.વ. 26, ધોબીતળાવ, વલસાડ,વિજય સુરેશભાઈ પટેલ, ઉ.વ. 29, ધોબીતળાવ, વલસાડ, મુકેશ ભીમરાજ મહાલે, ઉ.વ. 26, લીંબાયત, સુરત, નવીન મોહનભાઇ પાટીલ, ઉ.વ. 32, લીંબાયત, સુરત, નો સમાવેશ થાય છે આ તમામ ઈસમો ને સીવીલ માં લઇ જઇ કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
