વલસાડ જિલ્લામાં વધી રહેલી કોરોના ની હાડમારી ને લઈ સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને કોરોના ને કાબુમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે બીજી તરફ દર્દીઓ માટે નક્કી થયેલ ફેસિલિટી કોરન્ટાઇન સેન્ટરોની જવાબદારી હવેથી તમામ ટીડીઓને સોંપવાનો કલેકટર દ્વારા આદેશ કરાયો છે.હવે આ સેન્ટરોમાં આવતાં દર્દીઓની વધુ સુવિધા આપવા માટેની વ્યવસ્થા ડીડીઓના સંકલનમાં રહીને ટીડીઓએ કરવાની રહેશે. તમામ 6 તાલુકા વલસાડ, પારડી, ધરમપુર, વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકાના દર્દીઓના પ્રાથમિક પરીક્ષણ દરમિયાન તેમને સરકારી ફેસિલિટી કોરન્ટાઇન કરવા માટે વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેકટર આર.આર.રાવલે પરિપત્ર દ્વારા આદેશ જારી કરી તાલુકા વિકાસ અધિકારીઓની નિયુક્તિ કરી છે.આ તમામ ટીડીઓની કામગીરી માટે જિલ્લા સ્તરના નોડેલ ઓફિસર તરીકે પ્રાયોજના અધિકારી બી.કે.વસાવાને નિયુક્ત કરાયા હોવાનું કચેરીના સૂત્રો એ જણાવ્યું હતું.
વલસાડ માં કોરોના ની સ્થિતિ ધાર્યા કરતાં વધારે વિકટ છે અને અહીં સંક્રમણ વધી ગયુ છે ત્યારે જિલ્લા કલેકટર કોરોના મામલે ગંભીર બન્યા છે અને સીધું મોનેટરિંગ કરી અધિકારીઓ ને જવાબદારી સોંપી છે.
