મોટી ઉંમરે કેટલાક લંપટ લોકો એટલા વંઠી જાય છે કે તેઓને સારા નરસા નું ભાન રહેતું નથી અને પોતાની પૌત્રી ની ઉંમર ની બાળાઓ ને પણ છોડતા નથી તેથીજ આવા ડોહલા જ્યારે બાળકો ને વધારે પડતો જ રસ લે ત્યારે લોકો ચેતી જાય છે અને બાળકો ને સૌથી વધારે ખતરો આવા અંકલ થી હોવાનું બાળકો ને શીખવવામાં આવે છે. આવાજ એક બનાવ માં ઉમરગામના એક ગામની 13 વર્ષીય સગીરાને ચોકલેટ અને વેફરની લાલચ આપી દુકાનદાર 51 વર્ષીય ચિંતામણી હળપતિ નામના લંપટે તેની દુકાનમાં બોલાવીન દુષ્કર્મ આચરતા સગીરાને 2 માસનો ગર્ભ રહી ગયો હતો.માતાએ ચિંતામણી રામુ હળપતિ રહે.તડગામ, વિરૂધ્ધ ઉમરગામ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપી વિરૂધ્ધ પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.આ કેસમાં સગીરાનું ગર્ભપાત કરાવવા માતાએ અરજી કરતાં સેશન્સ કોર્ટમાં રિપોર્ટ કરાયો હતો. 7 ઓકટોબર 2019ના રોજ કોર્ટે મંજૂરી આપતાં 9 ઓક્ટોબરે સિવિલમાં સગીરાનું ગર્ભપાત કરી ભ્રુણ,ભોગ બનનાર સગીરા અને આરોપીના મેડિકલ નમુના લઇ ડીએનએ ટેસ્ટ કરાતાં ભ્રુણ આરોપીનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો.આરોપીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટના સ્પે.જજ એમ.આર.શાહે આરોપીની જામીન અરજી નામંજૂર હુકમ કર્યો હતો. આ ઘટના એ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
